આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે, મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે. આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી, ચાલી ગયા એ સંગ સમયની, ઊભા અમે. મેં મિત્રને જુદા ગણીને ઓળખ્યા નથી, જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે. ભૂલી જવાય તોય ગુમાવાનું કંઈ નથી, એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે. મેં તો …